પરિવર્તનનો પર્યાય એટલે શિક્ષક-ભૂમિકા અને પ્રસ્તુતા..

DEO Officer

આધૂનિક ટેક્નોલોજીના કારણે વર્તમાન શિક્ષણમાં આમૂલ પરીવર્તન આવેલ છે પ્રાથમિક કે માધ્યમિક શાળા માં આજ ના આ કમ્પ્યુટર યુગ ના કારણે ગામડાની શાળા ન રહેતા વિશ્ર્વ વિદ્યાલય નો દરજ્જો પ્રાપ્ત કરેલ છે. એવી જ રીતે ટેક્નોલોજીના ભાગ રૂપે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીની શિક્ષણક્ષેત્રની એક વેબસાઇટ Radix Infosoft વડોદરા ના સહયોગથી દરેક શાળાની માહિતી વેબ પેઇઝ દ્વારા તૈયાર કરી શાળાની માહિતી ઇ-શાળા સ્વરૂપે તૈયાર થઇ રહેલ છે તે આનંદની વાત છે.

આ માટે દરેક શાળાના સંચાલકો, આચાર્યો અને શિક્ષકોએ આજ ના કમ્પ્યુટર યુગમા કદમ થી કદમ મિલાવી, એકમેકને સહયોગ આપી ટેક્નોલોજી નો ઉપયોગ કરી કાર્યને ઝડપથી અને સમયનો વ્યય થતો અટ્કાવી શકાય, મને ખાત્રી છે કે આપ સૌના સહકાર અને Radix Infosoft ના નવતર પ્રયાસ અને પરિવર્તનથી આધુનિક શિક્ષણનુ આપણુ ધ્યેય સિધ્ધ કરી શકીશુ.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીની વેબસાઇટ ને ખુલ્લી મુકતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવુ છુ અને આપ સૌ ને અભિનંદન પાઠવુ છુ. માનવ સમાજને જો સૌથી મૂલ્યવાન અને નિષ્ઠાવાન બનાવવુ હોય તો જરૂરી છે શિક્ષણ માં આમૂલ પરીવર્તન. શિક્ષણ એ એક એવુ સાધન છે જે સમાજને પરિવર્તન તરફ લઇ જાય છે. શિક્ષણ ‘સ્વને’ ઓળખતાં અને ‘પરને’ પારખતાં શિખવે છે. જો મનુષ્યજાત માટે શિક્ષણના આધારસ્તંભરૂપ શિક્ષકોની ભૂમિકા આવશ્યક જ નહિં પરંતુ અનિવાર્ય બની રહે છે.

ભારતના પ્રાચીનગ્રંથોથી માંડી ને આજ સુધીના ધર્મ પુસ્તકોમાં દ્રષ્ટિપાત કરીએ તો શિક્ષકોનું સ્થાન ખુબ ઉંચુ આંકવામાં આવ્યુ છે. ‘માતૃદેવો ભવ‘, ‘પિતૃદેવો ભવ’, ‘ગુરૂદેવો ભવ’ ના શ્લોક ઉચ્ચારણો આજે પણ આપણા ધ્વનિપટલ પર અથડાય છે. વિદ્યાર્થી અને વાલી માટે શિક્ષક સર્વસ્વ હોય છે. વાલી અનેક આશાઓ અને અપેક્ષાઓ સાથે પોતાના બાળકને ગુરૂના ચરણકમળમાં શ્રધ્ધા અને વિશ્વાસના અમૂલ્ય ભાવથી ભેટ મૂકે છે. વાલી પોતાની આંગળી છોડાવી ગુરૂની આંગળી પકડાવે છે, હ્યદયના આર્વિભાવથી ગુરૂને વંદન કરે છે. આમ ભારતનો ભવ્ય ભાવી યુવાવારસો ગુરૂના ચરણે સોંપે છે. સમગ્ર સમાજ કંઇ કેટલાય અરમાનોના પર્વતો સાથે પોતાનુ સર્વસ્વ અર્પણ કરવા તત્પર બને છે. ત્યારે આ ધર્મકાર્ય માટે શિક્ષકે પૂર્ણરૂપે કટીબધ્ધ બનવુ પડશે.

શુભમ્ અસ્તુ.....

ધન્યવાદ
નવનીત મહેતા
જિલ્લાશિક્ષણાધિકારી, ભરૂચ.

પરિપત્રો

રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવા માટે કેમ્પ યોજવા બાબ

20/08/2019 Madhyamik Shakha

ખાતાકીય હિસાબી ઓડીટ બાબત.

21/08/2019 Madhyamik Shakha

ભારત સરકારની લધુમતિ શિષ્યવૃતિ NSP સુધારા પરિપત્ર

23/08/2019 Madhyamik Shakha

૨૯મી ઓગષ્ટ ૨૦૧૯ નેશનલ સ્પોર્ટસ ડે અને ફીટ ઇન્ડીયા

29/08/2019 pagar shakha

બાળ પ્રતિભા શોધ/શોધ/બાળ નૃત્ય નાટીકા/નાટીકા/એન્ટૃ

29/08/2019 Madhyamik Shakha

જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેવા બાબત

30/08/2019 Madhyamik Shakha

pre post matrik schorship

31/08/2019 Madhyamik Shakha

ખેલ-મહાકુંભ તાલુકા જિલ્લા સ્પર્ધાના સ્થળતારીખ

31/08/2019 Madhyamik Shakha

અન્ટ્રી લેવલ પે ની માહિતી

31/08/2019 Madhyamik Shakha

fix pagar ni mahiti

04/09/2019 Madhyamik Shakha

નિભાવ ગ્રાન્ટ ફાળવવા બાબત.

05/09/2019 Grant Shakha

પ્રારંભિક વિદાનાત્મક કસોટી અને એકમ કસોટી બાબત.

06/09/2019 Madhyamik Shakha

૩૦-૦૯-૧૯ અંતિત આંકડાકિય માહિતિ મોકલવા બાબત.

11/09/2019 Madhyamik Shakha

સી પી એફ માં સુધારા બાબત.

11/09/2019 GPF Shakha

સી પી એફ માં સુધારા બાબત.

11/09/2019 GPF Shakha

સી પી એફ માં સુધારા બાબત.

11/09/2019 GPF Shakha

poshan abhiyaan

11/09/2019 Madhyamik Shakha

varg vadharo

13/09/2019 Hisabi shakha

બિન સ.અનુદાનિત મા અને ઉ.મા શાળાઓ રોસ્ટર રજીસ્ટ્રર

13/09/2019 Madhyamik Shakha

ખેલ મહાકુંભ-૨૦૧૯ જિલ્લાકક્ષા એથ્લેટિકસટિકસ સ્પર્ધા

16/09/2019 Madhyamik Shakha
ડાઉનલોડ
અગત્યની લિંક
Copyright © 2019 DEO Bharuch. All Rights Reserved.
Designed & Developed By : Radix Infosoft

Style Switcher

Select Layout
Chose Color
Chose Pattren
Chose Background